મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયાની ઘટના સામે આવી છે.
આજે રવિવારે સવારે સીએમના હેલિકોપ્ટરે વારાણસીની પોલીસ લાઇનથી ઉડાન ભરી હતી, પરંતુ પક્ષી અથડાયા બાદ તેને પોલીસ લાઇનમાં જ લેન્ડ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર પોલીસ લાઇનથી સુલતાનપુર માટે ટેકઓફ થયું હતું, પરંતુ પક્ષી સાથે અથડાયા બાદ પોલીસ લાઇનમાં જ તેનું ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.ઈમરજન્સી લેન્ડિંગ બાદ સીએમ યોગી કારમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યારબાદ સર્કિટ હાઉસથી રોડ માર્ગે તેઓ બાબતપુર એરપોર્ટ જવા રવાના થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ માટે વિમાન લખનૌથી વારાણસી માટે રવાના થયું છે. હવે સીએમ યોગી વિમાનથી જશે, વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિકાસ કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણ કરવા વારાણસીની બે દિવસીય મુલાકાતે હતા.
