મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે એક તરફ સંજય રાઉત કોઈ પીઠ રાજકીય નેતાની જેમ વાત કરવાને બદલે ધમકી ઉપર ધમકી આપી રહયા છે ત્યારે મોદી સરકારે બળવાખોર શિવસૈનિકોને સુરક્ષા આપી છે.
ગૃહ મંત્રાલયે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે. મોદી સરકાર દ્વારા 15 ધારાસભ્યોને ‘Y+’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવતા હવે રાજકીય દાવપેચમાં સરકારે સુરક્ષા પ્રદાન કરતા ધમકીઓની કોઈ અસર થશે નહીં.
બીજી તરફ બળવાખોર શિવસેના ધારાસભ્યોનું જૂથ કાનૂની જંગમાં પણ રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એકનાથ શિંદે જૂથ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઊભા રહેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવા તખ્તો ગોઠવાયો હોવાની વાત પણ સામે આવી છે.
શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરે દ્વારા નિયુક્ત ધારાસભ્ય પક્ષના નેતાની નિમણૂકને પણ કોર્ટમાં પડકારી શકે છે. બળવાખોર ધારાસભ્ય જૂથનું કહેવું છે કે એકનાથ શિંદે અગાઉ પણ શિવસેનાના ધારાસભ્ય દળના જૂથ નેતા હતા. હવે, ઉદ્ધવ ઠાકરે વતી જૂથ નેતાનું પરિવર્તન ગેરકાયદેસર છે કારણ કે આ માટે તેમને ઓછામાં ઓછા 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે જે ઉદ્ધવ પાસે નથી આમ,બધીજ રીતે ઉદ્ધવ પાસે કોઈ રસ્તો બચ્યો નથી અને કોઈ પીઠ સલાહકાર પણ નહીં હોવાથી મુશ્કેલીઓ વધી છે, ઉદ્ધવ પાસે સંજય રાઉત જેવા અભિમાની અક્કડ વલણ ધરાવનાર વ્યક્તિ હોય તેઓ વારંવાર બોલવામાં બાફી રહયા છે અને ધમકી આપી રહયા હોય બાજી બગડી ગઈ હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.