ગુજરાત સરકારના વન પર્યાવરણ અને રમતગમત વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂકેલા ભગુભાઈ પટેલનું આજે નિધન થતા તેઓના પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
PM નરેન્દ્ર મોદીએ ભગુભાઈ પટેલના નિધનને લઇને શોક વ્યકત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ‘ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના’. આમ, વડાપ્રધાને શોક વ્યક્ત કરીને પરિવારને સાંત્વના આપી હતી.
ઓલપાડના પારડી ઝાંખરી ગામના મૂળ વતની એવા રાજકીય અગ્રણી ભગુભાઈ પટેલનું જનસેવા ક્ષેત્રે તેઓનું મોટું પ્રદાન હતું અને અનેક વિકાસના કામો કર્યા હતા.
છેલ્લા ઘણાજ સમયથી બિમાર હતા જેઓનું અવસાન થતાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.