મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉત વારંવાર ધમકીઓ ઉપર ઉતરી પડતા હવે સામે પક્ષે પણ રોષ ફેલાયો છે અને હવે આરપાર જોઈ લેવા ઉપર વાત આવી ગઈ છે આ બધા વચ્ચે હવે શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે બળવાખોર ધરાસભ્યોનો સોદો થયો છે અને 50 કરોડમાં વેચાયા છે જે ભાજપે ખરીદ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભારતીય જનતા પાર્ટી પર તેના પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવ્યો છે.
શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપનો સંપૂર્ણ હાથ છે. ભાજપે બળવાખોર ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
આ પછી કેન્દ્ર સરકારે ધારાસભ્યોને સુરક્ષા આપી છે, આ સાથે શિવસેનાએ દાવો કર્યો છે કે વડોદરામાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની મુલાકાત થઈ હતી જ્યાં તખ્તો ગોઠવાયો હોવાની વાત કરવામાં આવી રહી છે.