યુપીમાં અખિલેશ યાદવની તેમનાજ ગઢમાં યુપી પેટાચૂંટણીમાં હાર થતા ઓવૈસી બરાબરના બગડ્યા હતા અને ભાજપની જીત સહન કરી શક્યા ન હતા તેઓએ આ અંગે આકરી ટીકા કરી હતી અને
ઓવૈસીએ કહ્યું કે અખિલેશ યાદવ ભાજપને કેમ હરાવી શકતા નથી ? તે કેવું કહેવાય ?
રવિવારે આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં, ભાજપે આ બંને બેઠકો પર સપાને હરાવ્યું છે. આ બંને બેઠકો પર સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના નજીકના નેતા આઝમ ખાનની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ રવિવારે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી.
ઓવૈસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી ભાજપને હરાવવામાં અસમર્થ છે. તેમની પાસે બૌદ્ધિક પ્રામાણિકતા નથી. લઘુમતી સમુદાયે આવા અસમર્થ પક્ષોને મત ન આપવો જોઈએ. તેમણે પ્રશ્ન કર્યો કે ભાજપની જીત માટે કોણ જવાબદાર છે? હવે, આ માટે કોને દોષી ઠેરવવામાં આવશે, તેઓ બી-ટીમ, સી-ટીમનું નામ લેશે.