સામાન્ય રીતે નાની ઉંમરમાં બાળકો મોટાભાગે રમવામાં,ગેમ કે કાર્ટુન જોવા કે મોબાઈલમાં સતત વ્યસ્ત રહેવાની ઉમરમાં વડોદરામાં બે બાળકોએ હિમાચલમાં ૧૫ હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી પર ટ્રેકિંગ કરીને કપરી સિદ્ધિ હાંસિલ કરી છે.
વડોદરાની માત્ર આઠ વર્ષની બે નાનકડી બાળકીઓ રિના પટેલ અને સનાયા ગાંધી એ હિમાલય સર કરી અન્યો માટે પ્રેરક ઉદાહરણરૂપ બન્યા છે.
નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બંને બાળાઓ અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે.
કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ ૨૦૨૦માં ઉત્તરાખંડના કેદારકાંઠા અને ૨૦૨૧માં કાશ્મીરના તરસર મારસર અને હાલ બુરાન ઘાટી પાસ સફળતાપૂર્વક આરોહણ કર્યું છે.
જે નોંધનીય બાબત છે.
ઉત્તરાખંડના કેદારકાંઠા પર ચડ્યા બાદ સાકરી ગામથી ટ્રેકની શરૂઆત કરી અને બે દિવસમાં જ આશરે ૨૪ કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યુ હતું. ત્યારબાદ બીજી વખત તરસર મારસર પહોંચવા માટે છ દિવસમાં ૫૫ કિલોમીટર પૂર્ણ કરી પેહેલગામની અરુ ખીણમાંથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી.
આ વખતે શિમલાથી આગળ જંગલીક ગામથી ટ્રેકિંગની શરૂઆત કરી. આ સ્થળ ૯ હજાર મીટરની ઊચાઈએ આવેલું છે. ત્યાંથી છ દિવસ સુધી ટ્રેકિંગ કરીને ૧૮જૂન સુધી લગભગ ૨૬ કિલોમીટરનું અંતર કાપીને તેઓ બુરાન ઘાટી પાસ પર પહોંચ્યા હતા.
હિમાચલની લોકલ ટ્રેકિંગ કંપનીના માર્ગદર્શન અને પરવાનગી સાથે બાળાઓ સાથે કુલ 13 સભ્યો સાથે હતા છતાંપણ અનેક પડકારોનો સામનો કરી પર્વતારોહણમાં સફળ બનાવ્યું હતું.