કોંગ્રેસ-અધ્યક્ષા સોનિયા ગાંધીના અંગત સચિવ ઉપર એક વિધવાને નોકરી અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર રેપ કર્યાનો આરોપ લાગ્યો છે.
દિલ્હીના ઉત્તમનગર પોલીસ સ્ટેશનમાં એક દલિત મહિલાએ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન વિરુદ્ધ નોકરી અને લગ્નની ખોટી વાત કરીને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવતા ભારે ચકચાર મચી છે.
દિલ્હીના ઉત્તમ પોલીસ સ્ટેશનમાં થયેલી FIRમાં જણાવાયુ હતું કે મહિલાનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં હોર્ડિંગ લગાડવાનું કામ કરતો હતો. બે વર્ષ પહેલાં તેનું મોત નીપજ્યું હતું. એ બાદ આ વિધવા મહિલાએ નોકરી માટે પીપી માધવનને મળીને વાત કરી હતી
દરમિયાન તા. 21 જાન્યુઆરી 2022નાં રોજ માધવને પહેલી વખત મહિલાને પોતાના ઘરે બોલાવી હતી. જે બાદ માધવને આ મહિલાને જણાવ્યું કે પોતાની પત્ની સાથે તલાક થઈ ગયા હોય તે તેની સાથે લગ્ન કરી લેશે તેમ કહી માધવને નોકરી અને લગ્નની ખોટી વાત કરીને તેની સાથે અનેક વખત રેપ કર્યો હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
જોકે, મહિલાના આરોપો પર માધવને કહ્યું કે તે મહિલાને ઓળખે છે, પરંતુ આરોપ ખોટા છે.