મહારાષ્ટ્રમાં શિવસેનામાં પડેલા ભંગાણ બાદ સંજય રાઉત અને ઉદ્ધવ બરાબરના ગુસ્સે છે અને આ માટે ભાજપને જવાબદાર ઠેરવી રહયા છે પણ ભાજપને કોઈ ફરક પડતો ન હોય તેમ તેઓને એવોઇડ કરવાનું ચાલુ રાખતા હવે તેઓ થોડા ઠીલા પડયા છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે,જોકે,ભાજપનું તેઓ કઈ બગાડી શકતા ન હોવાથી વધુ ગિન્નાયા છે.
સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું કાવતરું કરી રહ્યું છે. શિવસેનાએ લખ્યું, દિલ્હીમાં બેઠેલા બીજેપી નેતાઓએ મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું છે.
અખંડ મહારાષ્ટ્રને ખતમ કરવા દાવપેચ રમાય રહયા છે. શિવસેનાએ કહ્યું કે, જે લોકો સરકારના પક્ષમાં છે તેઓને EDની જાળમાં ફસાવીને અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ઉપરા ઉપરી ધમકી આપી રહેલા સંજય રાઉત હવે ઇડી ના સકંજામાં ફસાયા છે.