મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજેપી અને શિંદે જૂથ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. જો કે મંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. શિંદે જૂથના આઠ ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
સાથે જ પાંચ રાજ્યકક્ષાના પ્રધાનો બનાવી શકાય છે.
મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યા બાદ હવે એકનાથ શિંદે જૂથ સરકાર રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અહેવાલ છે કે શિંદે જૂથ ટૂંક સમયમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળશે.
ભાજપ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે શિંદે જૂથને માન્યતા આપીને શિવસેના સાથે સરકાર બનાવી શકે છે. આ સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બની શકે છે. ભાજપની છાવણીમાં અવારનવાર બેઠકો થઈ રહી છે. પાર્ટીએ પોતાના ધારાસભ્યોને તૈયાર રહેવા કહ્યું છે.