ગુજરાતના દરિયા કિનારે 12.7 એમએમ હેવી મશીનગનથી સજ્જ ALH માર્ક 3 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે જે આતંકીઓનો પાણીમાંજ ખાત્મો કરશે, આ હેલિકોપ્ટર 12.7 એમએમ હેવી મશીનગનથી સજ્જ હોય લાંબા અંતર સુધી ટાર્ગેટ કરી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠેથી ઘૂસણખોરી કરનારાઓની હવે ખૈર નથી.
ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતમાં આધુનિક ALH માર્ક 3 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
હેલિકોપ્ટર 12.7 એમએમ હેવી મશીનગનથી સજ્જ છે.
આ મશીનગન 1800 મીટરથી વધુના લક્ષ્યોને અસરકારક રીતે ભેદી શકવા સક્ષમ છે.
ગુજરાતનો દરિયાકિનારો સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ છે.
મુંબઈ હુમલા વખતે પણ ગુજરાતના દરિયાકાંઠેથી આતંકવાદીઓ ઘૂસ્યા હતા.
સાથેજ આતંકવાદીઓ વારંવાર ધમકી આપતા હોય સશસ્ત્ર હેલિકોપ્ટર તૈનાત કરીને ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધારવામાં આવી છે.