પૂર્વ ઓલ રાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણનીબરોડા ક્રિકેટ એસોસીયેશનની રણજી ટીમના મેન્ટોર તરીકે નિમણૂક થઈ છે.
તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણ એક સમયે તોફાની બેટિંગ માટે ક્રિકેટ જગતમાં નામ ગુંજતું હતું.
યુસુફ અને તેમના નાનાભાઈ ઇરફાન પઠાણ ટી-20 જીતનાર ભારતીય ટીમના સભ્યો હતા.
મહત્વનું છે કે યુસુફ પઠાણ 100 જેટલી રણજીટ્રોફી મેચો રમ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન રોયલ અને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ વતી તેઓ આઇપીએલ સ્પર્ધામાં પણ રમ્યા હતા.
બરોડા ક્રિકેટ એસોસીયેશનની બંને સીનીયર ટીમોના મેન્ટોર તરીકે પસંદગી કરવામાં આવી છે. હવેથી બીસીએની રણજી ટ્રોફી ટીમ માટે પડકારજનક કામ મેન્ટોર અને મેનેજમેન્ટે કરવાનું રહેશે.
‘કોનોર વીલીયમ્સ, ઇરફાન પઠાણ સિનીયર અને સુનેત્રા પરાંજપે એનસીએ હાઈબ્રીડ લેવલ-2 કોચીસ કોર્સની પરીક્ષા પણ સફળતાપુર્વક પાસ કરી છે. ત્રણેવ પૂર્વ ક્રિકેટરોએ બેંગ્લોર ખાતે એનસીએમાં ઓફ લાઈન અને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો હતો જેનો લાભ ભાવિ ક્રિકેટરોને મળી રહેશે.