વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરતા નવા માર્ગો થતા વિકાસના કામોને વધુ વેગ મળશે.
વિગતો મુજ ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ।. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે.
જેમાં રૂા.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ।.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે.
આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.
આમ,કરોડો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરતા નવા માર્ગો અને વિકાસના કામો કરવા મોદી સરકાર કટીબદ્ધ બની છે.