ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલ અને તેમના આખા પરિવારના ગળા કાપી હત્યા કરવાની ધમકી મળતા ભારે સનસનાટી મચી ગઇ છે.
જીંદાલે કહ્યું કે, આજે સવારે લગભગ 6.43 વાગ્યે તેમને ત્રણ ઈમેલ મોકલવામાં આવ્યા છે.
આ મેઈલ્સમાં કન્હૈયા લાલના ગળાના શિરચ્છેદનો વીડિયો જોડવામાં આવ્યો છે. નવીન જિંદાલે કહ્યું કે, ઇમેલમાં ધમકી આપવામાં આવી છે કે મારી અને મારા પરિવારની પણ આ જ રીતે ગરદન કાપી હત્યા કરવામાં આવશે.
ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા બાદ સમગ્ર દેશમાં તંગદીલીનો માહોલ છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ઈમેલ દ્વારા તેને ધમકી આપવામાં આવી છે અને ઉદયપુરની ઘટનાની જેમ તેનું માથું કાપી નાખવાની વાત ઈમેલમાં લખવામાં આવી છે.
નવીન જિંદાલે પોતે ટ્વિટર દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આજે સવારે લગભગ 6.43 વાગ્યે તેમને ત્રણ ઈમેલ મોકલવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. આ મેઈલ્સમાં કન્હૈયા લાલના ગળાના શિરચ્છેદનો વીડિયો જોડવામાં આવ્યો છે. નવીન જિંદાલે ઈમેલમાં કહ્યું કે, ધમકી આપવામાં આવી છે કે મારી ગરદન અને મારા પરિવારનું પણ આ જ રીતે શિરચ્છેદ કરવામાં આવશે. નવીન જિંદાલે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.