રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપી દીધા બાદ તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેનપદ સંભાળી લીધું છે.
જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ અંગેની માહિતી આપી છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય ગણાશે.
કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે.
તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની મંજૂરી પણ આપી દીધી છે.
મહત્વનું છેકે મુકેશ અંબાણીએ ગત વર્ષે તેમના પિતા ધીરુભાઈ અંબાણીની જયંતિ પર યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રથમ વખત પોતાના ઉત્તરાધિકારી અંગે વાત કરી હતી તેઓએ હવે રિલાયન્સની લીડરશીપમાં ફેરફારની જરૂરિયાત છે. તેમણે પોતાના બાળકો પર ભરોસો મુકતા કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવાનારા વર્ષોમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત કંપનીઓમાં સામેલ હશે. તેમાં સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ક્ષેત્ર સિવાય રિટેલ અને ટેલિકોમ કારોબારની ભૂમિકા મહત્વની હશે.
2002માં મુકેશ અંબાણીએ સુકાન સંભાળી હતી
નોંધનીય છે કે પિતા ધીરુભાઈ અંબાણીના નિધન પછી મુકેશ અંબાણીએ 2002માં રિલાયન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી.
હવે બાળકો ધંધાને આગળ ધપાવશે.