શિવસેનાએ ભાજપને અજગર સાથે સરખાવી જણાવ્યું કે ‘ભાજપ એક એવો અજગર છે જે એક જ વારમાં આખો બકરો ગળી જાય છે’ શિવસેનાએ પોતાના બળવાખોર ધારાસભ્યોને ફરી ચેતવણી આપીને ભાજપથી દૂર રહેવા જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં તેના બળવાખોર ધારાસભ્યોને ભાજપથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
મુખપત્ર ‘સામના’માં જ્યાં શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને પાછા ફરી જવા સલાહ આપી છે, તો ભાજપને નારદ મુનિથી લઈને ખતરનાક અજગર કહી તેઓની વાતમાં નહિ આવવા જણાવ્યું છે. સામનામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસને પણ ચેતવણી આપવામાં આવી છે.