રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની ગળું કાપીને હત્યા કરનાર રિયાઝ ઝબ્બાર અને ગૌસ મોહમ્મદનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે અને આ કટ્ટરવાદીઓ ભૂતકાળમાં ખાસ ટ્રેનીંગ લેવા 15 દિવસ પાકિસ્તાન ગયા હોવાની વાતનો ખુલાસો થયો છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8થી 10 મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે. જેમનું લોકેશન પાકિસ્તાનથી લઈને ભારત સુધી જોવા મળી રહ્યું છે. આ નંબરો પરથી જ રિયાઝ ઝબ્બાર અને ગૌસ મોહમ્મદની સતત વાતચીત પણ થઈ રહી હતી. આ ઈનપુટથી ગુપ્તચર તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ યાદવનું પણ નિવેદન સામે આવ્યુ છે કે બંને હત્યારાઓ પાકિસ્તાન અને આરબ દેશોના સાથે સતત સંપર્કમાં હતા. તેમના મોબાઈલમાં પાકિસ્તાન અને આરબ દેશના નંબર મળ્યા છે,જેમાં રિયાઝ અને ગૌસની પાકિસ્તાનના નંબર પર ઘણીવખત વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમંત્રીએ કહ્યું આ બંનેએ કરાચીમાં ટ્રેનિંગ લીધી છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2014-15માં લગભગ 15 દિવસની ટ્રેનિંગ લીધી હતી. પાકિસ્તાનના આકાએ બોલાવતા બંને ત્યાં ગયા હોવાની વાત સામે આવી છે.
જે.રીતે કનૈયાલાલની હત્યા થઈ તે તાલિબાની પદ્ધતિ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને આરોપીઓને પોતાના ઈરાદા સ્પષ્ટ કરતા પોલીસ તપાસની થિયરી કટ્ટરવાદ તરફ ઈશારો કરતી હતી.
NIAની તપાસમાં ગૌસ અને રિયાઝના પાકિસ્તાની કનેક્શનના પુરતા પુરવાઓ મળ્યા છે. આ બંનેએ કરાચીથી પરત ફર્યા બાદ ઉદયપુરમાં યુવાનોને ભડકાવવાનું શરૂ કર્યું હતું. તેમના મનમાં નફરતની આગ ભડકાવી રહ્યાં હતા. એવી પણ જાણકારી સામે આવી છે કે બંને દાવત-એ-ઈસ્લામ નામના પાકિસ્તાની સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી છે.