ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત ના જીલ્લા સંગઠન ના પ્રમુખોની યાદી જાહેર થયા બાદ ભરૂચ જીલ્લામાં પરિમલસિંહ રણા ને રિપીટ થયાનામાત્ર ચાર કલાકમા જીલ્લા કિસાન સેલના પ્રમુખ યાકુબ ગુરજી એ પોતાનું રાજીનામું પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા ને મોકલી આપતા જ રાજીનામાની જાણેકે હારમાળા શરૂ થઈ અને અત્યાર સુધીમાં ૪૨ જેટલા રાજીનામા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ને ધરી દેવામાં આવ્યા હોવાનું સુત્રોનું કહેવું છે.
સતત ત્રણ ટર્મ જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે રહેલા મકબુલભાઈ અભલીનુ કહેવું છે કે રોજ સરેરાશ ૫ થી વધુ રાજીનામા આવી રહ્યા હોય આંકડો લગભગ ૩૦૦ સુધી પહોંચે તેવું લાગી રહ્યુ છે.
આજરોજ વિલાયત જીલ્લા પંચાયત બેઠક ના વાગરા તાલુકાના વરિષ્ઠ આગેવાન અને બાંધકામ સમિતિના ચેરમેન રહી ચુકેલા મહેન્દ્રસિંહ રાજે પણ રાજીનામુ આપ્યુ છે.
મહેન્દ્રસિંહ રાજનું કહેવું છે કે હતું કે જીલ્લામાં ખાસ કરીને ઓબીસી , લઘુમતી અને આદીવાસી સમાજ ના આગેવાનોની સંગઠનમાં બાદબાકી કરવામાં આવી રહી છે, જે બિલકુલ યોગ્ય નથી જેનો વિરોધ છે અને તેથી હું કોંગ્રેસ માં કામ કરી શકું એમ ના હોય મેં રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યુ હતુ.
જ્યારે ઈશાક રાજ જેઓ લઘુમતી મોરચાના ચેરમેન હતા જેઓએ રાજીનામું આપ્યું અને જણાવ્યું કે સતત દોઢ વર્ષ થી કોંગ્રેસ પ્રમુખ ની પક્ષવિરોધી પ્રવૃત્તિ જેવી કે લઘુમતી સમાજના ગામોમાં આગેવાનોને અંદરો અંદર લડાવવા, આદીવાસી અને ઓબીસી સમાજની સતત ઉપેક્ષા કરવી, ભાજપ પ્રમુખના સન્માન સમારંભ માં જીલ્લા પ્રમુખ તરીકે હાજરી આપવી, જ્યારે એક આતંકવાદી પેરોલ ઉપર ભરૂચ આવ્યો તેનુ સન્માન ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામા આવ્યું તેમાં જાહેરમાં હાજરી આપવી વગરે આક્ષેપ કરી ઉમેર્યું કે કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાનો સાથે વ્યક્તિગત ભેદભાવ રાખવો કે કોંગ્રેસ ના વરિષ્ઠ લધુમતી આગેવાનોનું અપમાન કરવું વિગેરે જેવી બાબતો ના પૂરાવા સાથે વારંવાર જીલ્લા પ્રભારી થી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા, માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તથા પ્રદેશ પ્રભારી ડો.રઘુશર્મા ને રજુઆત કરી ત્યારે નવી નિમણુંક માં બદલી નાખવાની હૈયાધારણ આપી હોવા છતાં નવી નિમણુંક માં ફરી પરિમલસિંહને રિપિટ કરાતા રાજીનામા આવી રહ્યા છે પહેલા હોદ્દેદારો રાજીનામા આપશે પછી સંગઠન ના કારોબારી સભ્યો અને સક્રિય સભ્યો પણ રાજીનામા આપશે. આજે કુલ ૪૨ રાજીનામા થયા હોવાનું તેઓએ જણાવ્યું હતું અને હવે ગામે ગામે રાજીનામા અપાવશું તેમ જણાવતા હવે મામલો ગરમાયો છે.
બીજી તરફ જિલ્લા કોંગ્રેસ સમીતિ દ્વારા જિલ્લા પ્રમુખ પરિમલ સિંહની આગેવાની હેઠળ બૂથ લેવલના કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે તેઓના સમર્થકો પણ તેમનું મોટી સંખ્યામાં આગેવાનો સન્માન કરી રહયા છે તેવે સમયે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે આગળ શું થાય છે તે ઉપર સૌની મીટ મંડાઈ છે.