મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવા ગતિવિધિ તેજ કરી છે,ફ્લોર ટેસ્ટ અગાઉજ ઉદ્ધવે સીએમ પદેથી રાજીનામું આપતા હવે આજે ફડણવીસ આજે કરી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
શિવસેનાના વિધાનસભ્યોના બળવાને કારણે લઘુમતીમાં મુકાઈ ગયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે રાજીનામું આપી દીધું હતું.
પોતાની બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલના નિર્દેશ પર સ્ટે આપવા શિવસેનાને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી કહ્યું કે, લોકશાહીના મુદ્દાઓને ઉકેલવાનો એકમાત્ર રસ્તો ફ્લોર ટેસ્ટ છે.
આમ,નામદાર કોર્ટના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરે એ રાજીનામું આપી દેતા હવે ભાજપ સરકાર બનાવવા આજે કવાયત હાથ ધરી છે.