વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વલસાડ તાલુકા માં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે પારડી માં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ શહેર ના MG રોડ , શાકભાજી માર્કેટ, છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, રેલવે અંડર પાસ માં ભરાયા પાણી ભરાઈ જતા તેમજ
તીથલ રોડ કેટલીક જગ્યા એ રસ્તા પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થઇ ગયા હતા અને પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
રોડ ઉપર આવેલી કેટલીક દુકાનો અને ઘરો માં પાણી ઘુસી જતા વેપારીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
મોડી રાત્રે વરસેલા વરસાદ એ વલસાડ નગરપાલિકા ની પ્રિમોનસુન કામગીરી ની પોલ ખોલી છે અને પાણીનો નિકાલ નહિ થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
