એકનાથ શિંદે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી બનતા જ પીઢ રાજકીય અગ્રણી શરદ પવાર પણ ચોંકી ગયા છે તેઓએ પ્રેસ સંબોધન વખતે નિવેદન આપ્યું કે કોઈ જ કલ્પના ન હતી કે શિંદે સીએમ બનાવી દેવામાં આવશે.
તેઓએ ઉમેર્યું કે કદાચ પાછળ શિવસેનાના બાગી જુથની માંગ જવાબદાર હોઈ શકે કે એકનાથને સીએમ બનાવવામાં આવે.
સાથેજ શરદ પવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન પાઠવા હતા અને કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના હિતની રક્ષા થશે.
તેઓએ ખુશી પણ વ્યકત કરતા
NCP ચીફ શરદ પવારે ટ્વિટમાં લખ્યું કે સ્વર્ગીય યશવંતરાય ચૌહાણ, બાલા સાહેબ ભોંસલે અને પૃથ્વીરાજ ચૌહાણ બાદ હવે એક વધુ સતારકર મુખ્યમંત્રી પદ સંભાળશે તેની મને ખુશી છે.
આમ,એકનાથ શિંદેને હવે ચારેતરફ થી શુભેચ્છાઓનો ધોધ શરૂ થયો છે.
શિંદે એ મુખ્યમંત્રી બનતાજ ખેડૂતો,મજૂર,ફેરિયા,મધ્યમ વર્ગના પ્રશ્નોના સમાધાન માટે ત્વરિત પગલાં ભરી નિરાકરણ લાવવા ઉપરાંત મહારાષ્ટ્રના વિકાસ માટે તમામ પાસાઓ ઉપર કામગીરી કરવા ઉપર ભાર મુક્યો છે