ઉદયપુરમાં કટ્ટરપંથીઓ દ્વારા જાહેરમાં કરાયેલી હત્યાના વિરોધમાં હત્યારાઓને કડક સજા કરવા હિંદુ સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેનદપત્ર અપાયું હતું.
વડોદરા શહેર હિંદુ જાગરણ મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં કટ્ટરપંથીઓ દ્વારા જાહેરમાં કરવામાં આવેલી હત્યા અને ગત અઠવાડિયે ગુજરાતના ભરૂચ જિલ્લાના તુન્ડજ ગામમાં કટ્ટરવાદીઓ દ્વારા એક સનાતની ઉપર કરવામાં આવેલા જીવલેણ હુમલા મામલે તપાસ કરવા અને કડક સજા કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી અને બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું.