પશ્ચિમ રેલ્વે દ્વારા આજે તા. 1 જુલાઈથી શરૂ થતી તમામ ટ્રેનોમાં બીજા વર્ગના કોચને બિનઆરક્ષિત કરી દેવાયો છે અને ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી જ્યારે પાસ હોલ્ડરોને પણ આજે 1લી જુલાઈથી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના બિનઆરક્ષિત સેકન્ડ ક્લાસ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ. રેલવે દ્વારા 241 ટ્રેનોના સેકન્ડ ક્લાસ કોચને બિન આરક્ષિત કરતા હવે તેનો લાભ મુસાફરોને મળતા 2 વર્ષ બાદ મુસાફરોને અગાઉની જેમ મુસાફરીની ફિલિંગ આવી રહી છે.
42 ટ્રેનોમાં પાસ હોલ્ડરોને મુસાફરીની છૂટ અપાતા પાસ હોલ્ડરોને સિઝનલ પાસ પર 42 જેટલી ટ્રેનોમાં મુસાફરી કરવા મળતા તેઓમાં ખુશીની લહેર પ્રસરી છે.
સાથેજ દક્ષિણ ગુજરાતથી મુસાફરી કરતા હજારો મુસાફરોને ને સીધો લાભ મળશે.અનરિઝર્વ્ડ ટ્રેનની મુસાફરી ફરી શરૂ કરવાની મુસાફરોની માંગને પહોંચી વળવા અને પરિવહન સંબંધિત જરૂરિયાતોને સામાન્ય બનાવવા માટે, પશ્ચિમ રેલવેએ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ (2S કોચ) શરુ કર્યા છે.
સુરત -વિરાર મેમુ,બાંદ્રા -ભુજ એક્સપ્રેસ,ઉધના -પાલધી મેમુ,વલસાડ-વડોદરા,સુરત -મુંબઈ સેન્ટ્રલ,સુરત -બાંદ્રા ટર્મિનસ,ભુજ -પુણે,સુરત-મહુવા માં પણ અનારક્ષિત સેકન્ડ કોચ જોડ્યા છે.
આમ,પાસ હોલ્ડરોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.