પંજાબમાં આમ આદમીએ વચન પૂર્ણ કર્યું છે અને 300 યુનિટ વીજળી ફ્રી કરી દીધી છે.
આ અંગે આપ ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘પંજાબના લોકોને શુભેચ્છાઓ! આજથી પંજાબના લોકોને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. લાખો પરિવારોને હવે દર મહિને શૂન્ય વીજળી બિલ આવશે. અમે અમારું વચન પૂરું કર્યું છે. આમ આદમી પાર્ટી જે કહે છે તે કરે છે. પંજાબના લોકોને મોંઘી વીજળીથી પણ છુટકારો મળશે’
પંજાબમાં આજથી દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી મળશે. આ સ્કીમ મુજબ, જો બે મહિનાનું વીજળીનું બિલ 600 યુનિટથી ઓછું હશે, તો સંપૂર્ણ બિલ માફ કરવામાં આવશે. તે જ સમયે, જો 600 યુનિટથી વધુ બિલ આવે છે, તો સંપૂર્ણ બિલ ચૂકવવું પડશે.
સીએમ ભગવંત માને પણ ટ્વીટ કર્યું,કે ‘પહેલીની સરકારો ચૂંટણી વખતે વચનો આપતી હતી. વચનો પૂરા થતાં સુધીમાં પાંચ વર્ષ વીતી ગયા હશે, પરંતુ અમારી સરકારે પંજાબના ઈતિહાસમાં એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. આજે અમે પંજાબીઓને આપવામાં આવેલી વધુ એક ગેરંટી પૂરી કરવા જઈ રહ્યા છીએ. આજથી પંજાબમાં દરેક પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે.
નોંધનીય છે કે નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ 27 જૂને AAP-સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી.