પટનાની સિવિલ કોર્ટમાં વિસ્ફોટક પદાર્થ બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઇ હતી આ ઘટનામાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો
હકીકતમાં, વિસ્ફોટકો પુરાવા તરીકે પટના કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, જેમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવતા ભારે સનસનાટી મચી ગઇ હતી.
પટના એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું કે આ ઘટનામાં એએસઆઈ કદમ કુવાન મદન સિંહને જમણા હાથમાં ઈજા થઈ છે.
જોકે,વિસ્ફોટની તીવ્રતા ઓછી હોય સદનસીબે જાનહાની ટળી હતી.
વિગતો મુજબ થોડા દિવસો પહેલા પટના યુનિવર્સિટીની પટેલ હોસ્ટેલમાં ગનપાઉડર સહિતના વિસ્ફોટક મળી આવતા તેની વધુ તપાસની પરવાનગી મેળવવા માટે પુરાવા કોર્ટમાં લઈ જવાયા હતા જ્યાં પરિસરમાં વિસ્ફોટક પદાર્થ રાખતા જ વિસ્ફોટ થયો હતો.
આ ઘટના માં ભારે ભાગદોડ મચી હતી અને વિસ્ફોટ થતા એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે અને ખતરાથી બહાર છે.