વડોદરામાં પણ આજે ભગવાન જગન્નાથની 41મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
રથયાત્રા નું શહેરના માર્ગો પર રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
રથયાત્રાના રૂટ પર આવનારા રસ્તાઓને તોરણોથી સજાવવામાં આવ્યા હતા અને ઠેર- ઠેર રથયાત્રાનું સ્વાગત કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો, સંસ્થા અને સમાજના અગ્રણીઓએ સ્ટેજ બનાવ્યા છે. જ્યારે લોકો ઘરની બહાર રંગોળી કરીને ભગવાનનું સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી.
આજે બપોરે 3 વાગ્યે મેયર કેયુર રોકડિયાએ પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ભગવાનને વધાવી લીધા તથા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3 કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.