ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને આંકડો 3000ને પાર થઈ ગયો છે.
આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો ગુજરાતના 19 જિલ્લામાં 547 નવા દર્દીઓ નોંધાય છે.
આજે શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 227 નવા દર્દીઓ અમદાવાદ જિલ્લાના છે (શહેરમાં 222). જ્યારે સુરત જિલ્લામાં નોંધાયેલા 93 દર્દીઓમાંથી 82 શહેરના છે.
રાજ્યમાં સૌથી વધુ 227 નવા દર્દીઓ અમદાવાદ જિલ્લાના છે (શહેરમાં 222). જ્યારે સુરત જિલ્લામાં નોંધાયેલા 93 દર્દીઓમાંથી 82 શહેરના છે. વડોદરા જિલ્લામાં 49 દર્દીઓ (શહેરમાં 46) છે. ગાંધીનગર અને વલસાડમાં 22-22, ગાંધીનગર જિલ્લામાં 19, મહેસાણા, નવસારીમાં 18-18, જામનગર, ભરૂચ અને કચ્છમાં 15-15, આણંદમાં 10, ભાવનગરમાં 9, મોરબી અને પાટણમાં પાંચ-પાંચ, બનાસકાંઠામાં બે બોટાદ, પોરબંદર અને ખેડા જિલ્લામાં એક-એક દર્દી નોંધાયો છે
રાજ્યમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3042 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી પાંચ દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 3037ની સ્થિતિ સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.