સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ઉપર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે મહમદ પયગમ્બર વિશે નિવેદનો માટે નૂપુર જવાબદાર નથી સાથે ભાજપના PM નરેન્દ્ર મોદી,અમિત શાહ અને RSS જવાબદાર હોવાનું તેઓનું કહેવું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નૂપુર શર્માને તોફાન માટે જવાબદાર ઠેરવી માફી માંગવા થયેલા આદેશ સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું તે સાચું છે. પરંતુ જે વ્યક્તિએ ટિપ્પણી કરી છે તેના કારણે દેશમાં વાતાવરણ સર્જાયું નથી આ માટે ભાજપની સરકાર જવાબદાર છે કે જેઓએ નફરત અને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જે વ્યક્તિએ ટિપ્પણી કરી છે તેના કારણે દેશમાં વાતાવરણ સર્જાયું નથી પણ તે માટે વડાપ્રધાન અને ગૃહમંત્રી તેમજ ભાજપ અને આરએસએસ જવાબદાર છે જેણે આ વાતાવરણ બનાવ્યું છે. ગુસ્સો અને નફરતના વાતાવરણને રાષ્ટ્ર વિરોધી ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે ભારતના હિતની વિરુદ્ધ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ દેશમાં લોકશાહી અને શાંતિ માટે લડતી રહી છે અને આ લડાઈ ચાલુ રાખશે.
આમ,રાહુલે સુપ્રીમ કોર્ટની નુપુર માટે કરાયેલી ટિપ્પણી ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી.