ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ પડવાના અહેવાલો વચ્ચે
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે,અને રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.
હાલમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદી વાતાવરણ ઉભું થતા રાજ્યમાં મોસમી પવનો વરસાદ લાવશે.
સાથેજ ચાર જુલાઈએ ઓડિશાની નજીક લો પ્રેશર સર્જાશે. જેની અસર હેઠળ પાંચ જુલાઈ બાદ ગુજરાતમાં ભારે વરસાદ વરસી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.