પયગંબર વિશે ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે ભારત સિવાય હવે આ મામલો વિદેશમાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ બધા વચ્ચે નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માના બચાવમાં ઉતર્યા છે.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ વાઈલ્ડર્સે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કન્હૈયાલાલની હત્યા માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેઓએ કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં હિન્દુ દરજીની હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે માટે નુપુર જવાબદાર છે,જેથી નુપુર શર્મા માફી માંગે.
નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે વધુમાં કહ્યું કે નુપૂરે પયગંબર વિશે સાચું બોલવા બદલ ક્યારેય માફી માંગવી જોઈએ નહીં.
તે ઉદયપુર હિંસા માટે જવાબદાર નથી. કટ્ટરપંથી અસહિષ્ણુ મુસ્લિમો જવાબદાર છે અને બીજું કોઈ નહીં. જણાવી દઈએ કે આ પહેલા પણ ડચ સાંસદે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “તે ખૂબ જ હાસ્યાસ્પદ છે કે ભારતીય નેતા નુપુર શર્માએ પયગંબર વિશે સત્ય કહેવા પર આરબ અને ઇસ્લામિક દેશો ગુસ્સે છે. ભારતે શા માટે માફી માંગવી જોઈએ?’ વાઈલ્ડર્સે ભારતીયોને નૂપુર શર્માનો બચાવ કરવાની સલાહ આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘તુષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તે વસ્તુઓને વધુ ખરાબ બનાવે છે. એટલા માટે મારા ભારતના મિત્રો, તમે મુસ્લિમ દેશોની ધમકીમાં ન આવશો.
સ્વતંત્રતા માટે ઉભા રહો અને તમારા નેતા નુપુર શર્માનો બચાવ કરવામાં ગર્વ અનુભવો તે જરૂરી છે.