હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થતાંજ બહારનું વાસી ખાવાનું ખાતા પહેલા વિચારજો કારણકે પાણી પુરી જેવા પદાર્થો આરોગવાથી બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે. આ બધા વચ્ચે અહેવાલો છે કે નેપાળના કાઠમંડુના લલિતપુરમાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ લગાડવા પાછળના કારણોમાં પાણીમાં કોલેરાના બેક્ટેરિયા હોવાનું જણાયું હતું જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો હતો.
ત્યારે જો તમે પણ ચોમાસામાં પાણીપુરીનો સ્વાદ માણતા હોય તો ચેતી જવા જેવું ખરું.
પાણીપુરી આરોગવાથી કોલેરા, કમળો, પાચન તંત્રમાં ગરબડ,ઝાડા, અલ્સર,લીવરમાં તકલીફ, ઉલટી,આંતરડામાં સોજો વગરે સમસ્યા ઉભી થતી હોવાનું તબીબી સુત્રોનું કહેવું છે.
