ગુજરાત એન. એસ.યુ. આઈ.ના નવનિયુક્ત પ્રમુખના શપથ ગ્રહણ વખતે જ કોંગ્રેસ ને ગ્રહણ લાગ્યુ છે અને ગુજરાત એન એસ યુ આઈ માં મોટો ડખો જોવા મળી રહ્યો છે.
એન એસ યુ આઈ ના વિધાર્થી નેતાઓના રાજીનામાની વાતે ભારે ચર્ચા જગાવી છે.
NSUI ના નવા પ્રમુખ ચાર્જ ગ્રહણ કરે તે પહેલાં જ ડખ્ખો ઉભો થયો છે. નરેન્દ્ર સોલંકીના ચાર્જગ્રહણ પહેલાંજ કેટલાક NSUI કાર્યકર્તાઓની નારાજગી સામે આવી રહી છે અને રઘુ શર્મા થકી નરેન્દ્ર સોલંકીની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. અનેક સિનિયર વિદ્યાર્થી નેતા હોવા છતા આ નિર્ણય લેવાતા નારાજ જૂથનું કહેવુંછે કે, 10 જેટલા વિદ્યાર્થી નેતાઓ પ્રદેશ અધ્યક્ષની રેસમાં હતા. છતાં કોઇ પણ પ્રકારના ઇન્ટરવ્યુ વિના નરેન્દ્ર સોલંકીની વરણી કરાઈ છે. તેમની કોઇ દાવેદારી ન હતી. માત્ર એક નેતાની ભલામણથી નિમણૂંક થઈ છે. રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદનને પણ જાણ નથી અને એઆઈસીસીથી નિમણુંક કરવામાં આવી છે.
NSUI નાં નવા પ્રદેશ પ્રમુખનાં પદગ્રહણ બાદ NSUI ના ગુજરાત પ્રદેશ મહામંત્રી ફરહાન ખાને રાજીનામું આપ્યું છે. સાથે જ 500 જેટલા હોદ્દેદારો અને કાર્યકરો રાજીનામા આપશે તેવો દાવો કરતા મામલો ગરમાયો છે.