ભારતીય સીમામાં ઘૂસી આવેલા માસૂમ પાકિસ્તાની બાળકને પાક રેન્જર્સના માધ્યમથી તેના પિતાને સોંપતું BSF ભારતીય જવાનોનો પાકિસ્તાની એ માન્યો આભાર, સાહબ આપનેતો હમારા દિલ જીત લિયા !!
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ફરી એકવાર દિલ જીતી લે તેવું કામ કર્યું છે,બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભૂલથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયેલા ત્રણ વર્ષના બાળકને પાકિસ્તાન રેન્જર્સને સોંપી દીધો છે. બાળક રમતા રમતા ભારતીય સરહદમાં ઘુસી ગયો હતો, કારણ કે પાકિસ્તાને તેની બાજુમાં ફેન્સિંગ લગાવી નથી. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે 19:15 કલાકે ત્રણ વર્ષનો છોકરો રમતી વખતે ભૂલથી ભારતીય ક્ષેત્રમાં ઘુસી ગયો હતો.
બીએસએફ જવાનોએ બાળકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતા જોયો, તે ઘણો દૂર સુધી આવી ગયો હતો. સૈનિકોએ બાળકને પ્રેમથી ઉંચકી લીધો હતો અને આસપાસ જોયું પણ કોઈ તેની સાથે ન હતુ.
પાકિસ્તાનના ઘણા ગામો ભારતીય સરહદને અડીને આવેલા છે. બાળકની માહિતી બીએસએફના વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી હતી.
આ સંદર્ભે, BSFએ પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ કરી અને તેમને જણાવ્યું કે એક બાળક પાકિસ્તાનથી ભારત આવ્યો છે.
પાક રેન્જર્સે તેમના ગામોમાં જાણ કરીતો ખબર પડી કે તેના ગામનો એક બાળક ગુમ છે.
બાળક પોતાનું નામ અને સરનામું બોલી શકતો ન હતો. ફક્ત પિતા જ બોલતો હતો.
BSFએ પાક રેન્જર્સની હાજરીમાં બાળકને તેના પિતાને સોંપ્યો હતો. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે બાળકને ખાવા-પીવાની વસ્તુઓ આપવામાં આવી છે.