મહારાષ્ટ્રમાં શિંદે જૂથને વધુ એક મોટી જીત મળી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર પદની ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમને 164 મત મળ્યા છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વી ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 107 વોટ મળ્યા હતા.
વિધાનસભાના સ્પીકરની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધારે છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેનું પ્રથમ શક્તિ પ્રદર્શન થયું હતુ. ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકર પદ માટે મતદાન કરાવ્યું હતુ.
ભાજપના રાહુલ નાર્વેકરે સ્પીકરની ચૂંટણી જીત્યા, તેમને 164 મત મળ્યા
ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદે જૂથ દ્વારા ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મત મળ્યા હતા. તેમને જીતવા માટે માત્ર 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. તમને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને હારનો સામનો કરવો પડ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની પસંદગી માટે મતદાન યોજાયું હતુ. સમાજવાદી પાર્ટી સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરવાથી દૂર રહી હતી. સપાના બે ધારાસભ્યોએ મતદાન કર્યું નહતું.
આમ,એકનાથ શિંદે સફળ રહયા છે.