હિન્દુવાદી સંગઠનના નેતા કમલેશ તિવારીની હત્યા બાદ હવે તેમના પત્ની કિરણ તિવારીને પણ ધમકીભર્યો પત્ર મળ્યો છે.
2019માં કમલેશ તિવારીની હત્યા પહેલા પણ આવો જ પત્ર મળ્યો હતો. પત્રના હસ્તાક્ષર અને અક્ષરો સમાન છે. પોલીસે કિરણ તિવારીની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ કેટલાંક મહિનાઓથી બગડેલા સીસીટીવી કેમેરા પણ ઠીક કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનના ઘણા અધિકારીઓ અને નાકા ઇન્સ્પેક્ટર કિરણ તિવારીને તેમના ઘરે મળવા ગયા અને તેમની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
નોંધનીય છે કે હિન્દૂ સંગઠનના નેતા કમલેશ તિવારીની ઓક્ટોબર 2019માં હત્યા કરવામાં આવી હતી તેઓને પણ હત્યા કરતા પહેલા આવી રીતેજ ધમકીભર્યો પત્ર મળ્યો હતો.
હવે કમલેશની પત્ની કિરણ તિવારીને પણ પત્ર લખી ધમકી આપવામાં આવી છે. આ પત્ર મળ્યા બાદ કિરણે માંગ કરી છે કે તેના કેસની સુનાવણી પ્રયાગરાજની જગ્યાએ લખનૌ કોર્ટમાં કરવામાં આવે, જેથી તેને કોઈપણ પ્રકારની અસુરક્ષા ન હોય. બીજી તરફ શનિવારે સવારે ડીસીપી વેસ્ટ, એસીપી ચોક આઈપી સિંહ, એસીપી કૈસરબાગ યોગેશ કુમાર, ઈન્સ્પેક્ટર નાકા મનોજ કુમાર મિશ્રા અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારી કિરણ તિવારીના ઘરે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓએ તેમનું નિવેદન નોંધ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કમલેશ તિવારીની હત્યાના મુખ્ય સૂત્રધાર તનવીરને હજુસુધી પકડી શકી નથી
પોલીસના જણાવ્યા ફરાર તનવીરનું લોકેશન નેપાળમાં મળી રહ્યું હતું.
આ કેસમાં અત્યાર સુધી પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી છે, જે પૈકી આઠ જેલમાં છે અને પાંચને કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.
આમ,હવે કમલેશ તિવારી બાદ તેમના પત્નીને ધમકી મળતા ભારે ચકચાર મચી ગઇ છે.