ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પેપર ફોડનારાઓએ રાજ્ય છોડવુજ પડશે,જો આ પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો પણ અમે તેમને છોડીશું નહીંઅને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં કોંગ્રેસ પાછી પાની નહિ કરે તેવો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
જગદીશ ઠાકોરે હૂંકાર કર્યો હતો.
કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અમે બમણી તાકાતથી અવાજ ઉઠાવીશું અને યુવાનોને થતા અન્યાય સામે આંદોલન ચલાવીશું.
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ મામલે તેઓએ જણાવ્યું કે એક પછી એક14 પેપરો ફુટ્યા છે જે જગજાહેર હોવા છતા કશૂરવારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી. પેપરકાંડ થકી સરકાર યુવાઓના ધૈર્યની કસોટી કરી રહી છે. એટલું જ નહિ ભાજપ ઉપર આરોપ લગાવતા ઉમેર્યું કે ભાજપવાળા માત્ર પોતાની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને જ નોકરી આપે છે. સરકાર માત્ર ગુજરાતના યુવાનો પાસે તૈયારીઓ જ કરાવે છે. યુવાઓ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે અને પેપર લિક થાય એટલે યુવાઓની મહેનત પાણીમાં જાય છે ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસ આવા કૌભાંડીઓને ગુજરાતમાંથી ખદેડી મુકશે અને પછી યુવાનોને ન્યાય મળશે.