પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે તેઓ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યકમમાં હાજરી આપી ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
સાથેજ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ PM મોદી બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચશે, ત્યારબાદ તેઓઅમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે,જ્યાં 4 વાગ્યા સુધી રાજભવન ખાતે રોકાણ કર્યા બાદ
4.30 કલાકે PM મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે જ્યાં તેઓ ડિઝિટલ ભારત સપ્તાહનો પ્રારંભ કરાવશે ત્યારબાદ વડાપ્રધાન મોદી સાંજે 6 કલાકે અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે
અત્રે નોંધનીય છે કે ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે, આ તકે ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી થશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ અંગે નાગરિકોને જાણકારી મળી રહે તેમાટે પ્રદર્શન યોજાશે.