દેશમાં બનતી ઘટનાઓ કે કોઈપણ સ્થિતિ માટે કે પછી દેશહીતની વાત હોયતો પણ વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવી તેઓને કોંગ્રેસ દ્વારા વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહયા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જાણે કોંગ્રેસને ‘મોદી ફોબિયા’ થઈ ગયો છે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદની મુલાકાત દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા આ મુજબ જણાવ્યુ હતુ.
તેઓએ ઉમેર્યુ કે ગાંધી પરિવાર’ ડરના કારણે પ્રમુખ પદની પસંદગી પણ કરતું નથી.
કોંગ્રેસને ‘મોદી ફોબિયા’ થઈ ગયો છે. તેઓ દેશહિતમાં દરેક નિર્ણયનો વિરોધ કરે છે, હતાશા અને નિરાશામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ કેન્દ્ર સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે, પછી તે સર્જિકલ સ્ટ્રાઈક હોય અને એર સ્ટ્રાઈક હોય, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવવાની વાત હોય કે પછી કોરોના વાયરસ વિરોધી રસીકરણ હોય. કોંગ્રેસ સંપૂર્ણપણે હતાશ અને નિરાશ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, ED દ્વારા તેમની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરીને ‘નાટક’ કર્યું હતું.
અમિત શાહે દાવો કર્યો કે ભાજપ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પરિવારોના શાસનને પણ દૂર કરશે.