હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12લોકોના મોત થયાના અહેવાલ છે.
ઘટનાની જાણ થતાંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કુલ્લુ જિલ્લાના જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર ખાનગી બસ પડી છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા.
જેમાં એક વિદ્યાર્થીની પણ છે.
ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બસના ડ્રાઈવર અને ઓપરેટર ઉપરાંત એક મુસાફરનો સમાવેશ થાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહો બસની અંદર ફસાયેલા છે. આ અકસ્માત આજે સોમવારે સવારે 8.45 વાગ્યે થયો હતો. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. બસમાં કુલ 15 લોકો સવાર હતા. ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્યું કે બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ત્રણ લોકો ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.