રાજ્યમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદની પડવાનીઆગાહી થઈ છે,રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું ચાલુ છે,છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે પણ હજુપણ ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો નથી.
દરમિયાન આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.. 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ તથા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે, જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
દરમિયાન ગુજરાતના અનેક સ્થળે આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,પરિણામે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં NDRFના 25 જવાનો ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જ્યારે અન્ય વિસ્તારોમાં તંત્ર સ્ટેન્ડ બાય છે.