RJDના પ્રમુખ લાલુ યાદવ બેભાન થઈ જતા તેઓને આજે વહેલી સવારે ચાર વાગ્યે પટના પારસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે,લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પોતેજ ગાડી ચલાવીને લાલુને હોસ્પિટલ લઇ ગયા હતા.
મહત્વનું છે કે લાલુ યાદવ ગતરોજ રવિવારે સાંજે પોતાના ઘરની સીડીઓ પરથી પડી જતા તેમના ખભાનું હાડકું તૂટી જતા ઘરે જ તેમના ફેમિલી ડૉકટર દ્વારા સારવાર ચાલુ હતી.
દરમિયાન વહેલી સવારે તેઓની તબિયત વધુ બગડી હતી અને તરતજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં હાલ સારવાર ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.