રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપરજ જોવા મળી રહ્યો છે,જ્યાં જુઓ ત્યાં દેશી વિદેશી દારૂ મળી રહે છે ત્યારે વલસાડના કંજણહરિ ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલી દારૂની મહેફિલ ઉપર LCBની ટીમે રેડ કરતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.
વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ સહિત 41 ઈસમો દારૂની પાર્ટી માણતા ઝડપાયા છે જેમાં એક સગીર આરોપી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે રેડ દરમિયાન 25 લીટર ઈંગ્લીશ દારૂનો જથ્થો, પાંચ કાર, બાઈક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે અને સબંધિતો દોડતા થઈ ગયા હતા.
