Gujarat રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૫-૨૬ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે
ફરજીયાત ઘટક
(૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય
(૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય
(૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય
વૈકલ્પિક/મરજીયાત ઘટક
(૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-, રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય
Application Online Url