રાજ્યમાં આધુનિક બસ સ્ટેશન ઉભા કરાયા બાદ હવે રાજ્ય સરકાર મુસાફરોને નવી નક્કોર બસની ફાળવણી કરવા જઈ રહી છે.
એસ.ટી. વિભાગને નવી 1 હજાર જેટલી બસો પુરી પાડશે, આ બસોનું કામ ચાલુ થઈ ગયું છે અને આ નવી બસનો કલર ભગવો એટલે કે કેસરી હશે. બસમાં સફેદ કલરના ગ્રાફિક્સ બનાવવામાં આવી રહયા છે.
જે નવી 1 હજાર બસ બની રહી છે, તેમાં 300 બસ ટુ બાય ટુ સીટવાળી હશે. જે એસટી વિભાગમાં પ્રથમ વખત ઉમેરવામાં આવી રહી છે. સ્પેસ વધારવા માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો છે. તો એ સિવાયની 200 સ્લીપર અને 500 સુપર એક્સપ્રેસ બસ બનાવવામાં આવશે. જે આગામી નવેમ્બર માસ સુધીમાં રોડ પર દોડતી થઇ જશે જેનો રંગ ભગવો હશે.
જોકે, અગાઉ પણ મિનિ બસ ભગવા રંગની રંગવામાં આવી હતી.
પરંતુ હવે એક સાથે ભગવા રંગની એક હજાર બસ જાહેર માર્ગો ઉપર દોડતી જોવા મળશે.