કોંગ્રેસ પાર્ટીની ફરિયાદ પર છત્તીસગઢ પોલીસ ઝી ન્યૂઝના એન્કર અને પત્રકાર રોહિત રંજનની ધરપકડ કરવા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમ પહોંચી છે.
પોતાને મુશ્કેલીમાં જોઈને એન્કરે યોગી સરકાર અને સ્થાનિક પ્રશાસનને મદદની અપીલ કરી છે. રોહિત પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. તેની સામે છત્તીસગઢમાં પણ કેસ નોંધાયેલ છે. રોહિત રંજને ટ્વીટ કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ, એસએસપી ગાઝિયાબાદ અને એડીજી ઝોન લખનઉ પાસે મદદ માંગી છે.
રોહિત રંજને મંગળવારે સવારે 6.16 વાગ્યે ટ્વિટ કરીને લખ્યું કે છત્તીસગઢ પોલીસ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના મારી ધરપકડ કરવા મારા ઘરની બહાર ઊભી છે. શું આ કાયદાકીય રીતે યોગ્ય છે? રોહિતે આ ટ્વીટ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એસએસપી ગાઝિયાબાદ અને એડીજી ઝોન લખનૌને પણ ટેગ કર્યું છે.

બીજી બાજુ, જ્યારે યુપીની ગાઝિયાબાદ પોલીસને માહિતી મળી કે છત્તીસગઢ પોલીસ એન્કર રોહિત રંજનની ધરપકડ કરવા ઈન્દિરાપુરમ પહોંચી છે, ત્યારે તેઓએ રોહિત રંજનના ટ્વીટનો જવાબ આપ્યો છે. ગાઝિયાબાદ પોલીસે ટ્વિટમાં લખ્યું છે કે આ મામલો સ્થાનિક પોલીસના ધ્યાન પર છે, ઈન્દિરાપુરમ પોલીસ ઘટનાસ્થળે છે, નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.