આજકાલ ગર્લફ્રેન્ડ સાથે ડેટ ઉપર જવું અને ખાવુ પીવું અને સેક્સ માણવું સામાન્ય થઈ ગયું છે ત્યારે નાગપુરના સાવનેર શહેરમાં
ગર્લફ્રેન્ડ સાથે લોજમાં સેક્સ કરવા ગયેલા એક 25 વર્ષના યુવકનું મોત થઈ ગયુ છે,મૃતકના ખિસ્સામાંથી સ્ટેમિના વધારતી ગોળીઓનો સ્ટોક મળી આવ્યો હતો.
યુવકનું નામ અજય પરતેકી હોવાનું જાણવા મળ્યું છે જે સ્ટેમિના વધારતી ગોળીઓના ઓવરડોઝથી મૃત્યુ પામ્યો હોવાનું જણાયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર યુવકના ખિસ્સામાંથી સ્ટેમિના વધારતી ગોળી મળી આવી હતી. અજય અને તેની ગર્લફ્રેન્ડ ગઈ કાલે સાંજે સાવનેરમાં એક લોજમાં ગયા હતા.
જ્યાંઅજય અચાનક બેહોશ થઈ જતા તેની ગર્લફ્રેન્ડે આ અંગે લોજમાં કામ કરતા લોકોને જાણ કરી અને અજયના મિત્રોને પણ ફોન કર્યો. જ્યારે અજયને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.