દેશમાં ભારે વરસાદની આગાહી થઈ છે અને દિલ્હીમાં આજે મંગળવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,
મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ થઈ ગયો છે પરિણામે સર્વત્ર જળબંબાકાર થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે
મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ અને બસ તેમજ લોકલ ટ્રેનસેવા પ્રભાવિત થઈ છે.
દરમિયાન બપોરે 4 વાગે હાઈટાઈડનું એલર્ટ છે.
BMC અને પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. હાઈટાઈડ દરમિયાન 4થી 6 મીટર ઉંચી લહેરો આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરી ઓરિસ્સા, તેનાથી સીધા દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર સર્જાયુ છે. તેનાથી આગામી ચાર દિવસોમાં મધ્ય ભારત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.