રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલાના 131મા દિવસે લાઈવ ટેલિકાસ્ટમાં જાહેરાત કરી કે રશિયાએ પૂર્વી યુક્રેનના લુહાન્સ્ક પ્રાંત પર કબ્જો કરી વિજય મેળવી લીધો છે.
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, પશ્ચિમી દેશો પાસેથી મળેલા હથિયારોની મદદથી અમે રશિયન દળોના કબજામાંથી તેણે જીતેલો ભાગ પરત મેળવી લઈશું,યુક્રેનની દરેક ઈંચ જમીન પરત લઈ લઈશું. શરૂઆતમાં, યુક્રેનને જીતવું એ રશિયાને સામાન્ય લાગતું હતું.
નાટોએ એમ પણ કહ્યું કે રશિયા થોડા કલાકોમાં આખા યુક્રેન પર કબજો કરી લેશે પરંતુ એવું થયું નથી અને ગત તા. 24 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો હોવાછતાં રશિયા યુક્રેન ઉપર કબ્જો કરી શક્યું નથી અને પોતાને પણ નુકશાન થઈ રહ્યું છે.
