પેટ્રોલ અને ડીઝલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે.
નાણા મંત્રાલયે મંગળવારે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે 12 લિટર પેટ્રોલ પર 12 લિટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવશે નહીં જેમાં 12 થી 15 ટકા અને ડીઝલમાં 20 ટકા ઇથેનોલની ભેળસેળ કરવામાં આવી હોય.
મતલબ કે 100 લિટર પેટ્રોલમાં 12 લિટર ઇથેનોલ ભેળવવામાં આવે તો તેના પર એક્સાઇઝ ડ્યૂટી લાગશે નહીં. જ્યારે 88 લિટર પર ડ્યૂટી લગાવવામાં આવશે. આ સાથે 1 ઓક્ટોબરથી પેટ્રોલ અને ડીઝલ પર પણ ગ્રીન ટેક્સ લાગુ નહીં થાય. તેનાથી કંપનીઓ પર ટેક્સનો બોજ ઓછો થશે.
સાથે સાથે ઓપેક (OPEC) અને રશિયા સાથે બીજા દેશોએ જુલાઈ- ઓગસ્ટથી કાચા તેલનો ઉત્પાદન (Crude Oil Production Hike) વધુ વધારવાનો નિર્ણય કરતા ક્રૂડના ભાવમાં કમી જોવા મળી શકે છે.
OPEC, રશિયા સાથે બીજા સાથી દેશએ કાચા તેલના ઉત્પાદન વધારીને દરરોજ 6.48 લાખ બેરલ કરવાના લીધેલા નિર્ણયથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલની કીમતમાં ઘટાડો જોવા મળી શકે છે.