નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા સર્વત્ર રેલમછેલ થઈ છે આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેડીયાપાડા વિસ્તારમાં 10 ગામોનો સંપર્ક ખોરવાયો છે સાથેજ અંકલેશ્વર-સુરત તરફનો રસ્તો હાલમાં બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં ભારે વરસાદ પડતાં ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં પુર આવ્યા છે, પરિણામે 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં બન્યાં છે ઉપરાંત ચેકડેમ પાણીમાં ડૂબી જતાં ભારે હાલાકી ઉભી થઈ છે.
દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળાના ગામોમાં ભારે વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદને કારણે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે તેમજ કોઝવે પર પણ પાણી ફરી વળ્યાં હતાં. કોઝવે પરથી પસાર થતાં વાહનવ્યવાર બંધ કરવાની ફરજ પડી છે.
ખાસ કરીને અંકલેશ્વર તથા સુરત તરફ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.