મહારાષ્ટ્ર કટોકટી બાદ હવે ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોમાં વિભાજન થવાની સંભાવના છે.
કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના નવ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
ગોવામાં કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. જો 9 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ પાસે માત્ર બે ધારાસભ્યો રહેશે.
જોકે,કોંગ્રેસે આ વાતને માત્ર અફવા ગણાવી હતી.
આ તમામ અટકળોને નકારી કાઢતા, ગોવાના ડેસ્ક ઈન્ચાર્જ દિનેશ ગુંડુ રાવ સહિતના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી હતી.
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત પાટકરે કહ્યું કે અમારા 11માંથી 8 ધારાસભ્યો નવા છે. ફ્લોર મેનેજમેન્ટ પર આજે (ગૃહમાં) બેઠક યોજાઈ હતી.
અમારા વરિષ્ઠ ધારાસભ્યોએ નવા ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને સોમવારે સરકારને ઘેરવા રણનીતિ બનાવી છે.